દુનિયામાં દર વર્ષે 20,000 ભૂકંપ આવે છે

દર વર્ષે દુનિયામાં અનેક ભૂકંપ આવે છે, પરંતુ તેમની તીવ્રતા ઓછી હોય છે. નેશનલ અર્થક્વેક ઇન્ફોર્મેશન સેન્ટર દર વર્ષે લગભગ 20,000 ભૂકંપ નોંધે છે.

ઇમારતોની દિવાલોમાં તિરાડો પડી

પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝના અનુસાર, ભૂકંપના કારણે ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં ઘણી ઊંચી ઇમારતોની દિવાલોમાં તિરાડો પડી છે.

ચક્ષુસાક્ષીનું કહેવું - 30 સેકન્ડ સુધી ભૂકંપનાં ઝટકા અનુભવાયા

AFPના અહેવાલ મુજબ, એક ચક્ષુસાક્ષીએ જણાવ્યું કે, અચાનક બધું હાલવા લાગ્યું. અમે ડરી ગયા. ઘરોમાંથી બહાર દોડી ગયા. લગભગ 30 સેકન્ડ સુધી ભૂકંપનાં ઝટકા અનુભવાયા.

દિલ્હીમાં ૧૯ કલાક બાદ ફરી ભૂકંપ:

૨.૭ની તીવ્રતા; ગઈકાલે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ૬.૬ની તીવ્રતાનાં ભૂકંપનાં આંચકા અનુભવાયાં હતાં.

Next Story