આ અંગે ન્યૂયોર્ક ટાઇમ્સે જ્યારે વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આવા કોઈ કરારની જાણકારી હોવાનો ઇન્કાર કર્યો. એક અધિકારીએ નામ ન છાપવાની શરતે એટલું જરૂર કહ્યું કે જો આવું થયું હોય તો તે ખરેખર ગંભીર બાબત છે.
કરાર પણ નકલી નામથી કરવામાં આવ્યા હતા. પરંતુ આ કંપનીનો ઉપયોગ અમેરિકન તપાસ એજન્સીઓ ફ્રન્ટ તરીકે કરતી રહી છે.
ઇઝરાયેલી ટેક કંપની NSOનો આ સ્પાયવેર કોઈપણ ફોનમાંથી સંપૂર્ણ માહિતી કાઢી શકતો હતો. NSO આવા જ સ્પાયવેર માટે કુખ્યાત છે અને આ જ કારણથી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા 3 નવેમ્બર, 2021ના રોજ આ કંપનીને અમેરિકામાં બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી.
NSO બ્લેકલિસ્ટ, હેકિંગ ટૂલ્સ પર પ્રતિબંધ… સરકારને ખબર નથી કે કોણ ઉપયોગ કરી રહ્યું છે