વોટર બર્થ એટલે પાણીમાં બેસીને બાળકને જન્મ આપવો. એટલે કે, જ્યારે મહિલાને સક્રિય પ્રસુતિ પીડા શરૂ થાય છે, ત્યારે તેને પાણીથી ભરેલા પૂલમાં બેસાડવામાં આવે છે. આમ કરવાથી તેને પ્રસુતિ પીડામાં રાહત મળે છે અને બાળકના જન્મમાં પણ સરળતા રહે છે.
જેમ જેમ ડિલિવરીનો સમય નજીક આવતો ગયો, તેમ તેમ ચિંતા વધતી ગઈ. નોર્મલ કે સિઝેરિયન, આ બાબતમાં મને ચિંતા સતાવતી રહી. ત્યારે મેં પહેલીવાર વોટર બર્થ વિશે સાંભળ્યું. પછી મેં અને મારા પતિએ વોટર બર્થ ડિલિવરી પસંદ કરી. જે ખૂબ જ આરામદાયક પણ રહ્યું.
આ તકનીક વિશે જાણતા પહેલાં, દિલ્હીની સીતારામ ભરતિયા સંસ્થામાં જળ પ્રસૂતિ કરાવનાર એક મહિલાના અનુભવ વિશે જાણીએ.
પાણીમાં બાળકને સારું લાગે છે, સિઝેરિયન કરતાં સસ્તું, અને વિદેશોનો આ ટ્રેન્ડ ભારતમાં વધી રહ્યો છે.