૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઈ હતી. વામપંથી નેતા અનુરા કુમાર દિસાનાયકે ૫૦%થી વધુ મતો મેળવીને જીત મેળવી હતી.
પાકિસ્તાનમાં ૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. શહબાઝ શરીફના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)એ ગઠબંધન દ્વારા સરકાર રચી હતી.
જાન્યુઆરી 2024માં બાંગ્લાદેશમાં યોજાયેલા ચૂંટણીમાં શેખ હસીનાની પાર્ટીએ 222 બેઠકો જીતીને પાંચમી વખત સત્તા સંભાળી હતી. પરંતુ, ઓગસ્ટ 2024માં વિદ્યાર્થીઓના વિશાળ આંદોલનના કારણે તેઓ સત્તામાંથી હટાવવામાં આવ્યા.
જુલાઈ 2024માં ફ્રાંસમાં યોજાયેલા સામાન્ય ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો નહીં. વામપંથી ન્યુ પોપ્યુલર ફ્રન્ટે 188 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવીને સફળતા મેળવી.
જાપાનમાં ૨૭ ઑક્ટોબર, ૨૦૨૪ના રોજ યોજાયેલા સામાન્ય ચૂંટણીમાં, વડાપ્રધાન શિગેરુ ઇશિબાની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)ને બહુમત મળ્યો ન હતો.
દક્ષિણ આફ્રિકામાં ૨૯ મે, ૨૦૨૪ના રોજ નેશનલ અસેમ્બલીની ચૂંટણી યોજાઈ હતી. સત્તાધારી આફ્રિકન નેશનલ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, પરંતુ બહુમત ગુમાવવાના કારણે સરકાર રચવા માટે તેને ગઠબંધન કરવું પડ્યું.
બ્રિટનમાં ૪ જુલાઈ, ૨૦૨૪ના રોજ યોજાયેલા સામાન્ય ચૂંટણીમાં, લેબર પાર્ટીએ ૧૪ વર્ષ પછી ૪૧૦ બેઠકો જીતીને ઐતિહાસિક જીત મેળવી.
એપ્રિલ 2024માં રશિયામાં યોજાયેલા ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને 87% થી વધુ મત મેળવીને પાંચમી વખત રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે. યુક્રેન યુદ્ધ છતાં પણ પુતિનને જબરદસ્ત સમર્થન મળ્યું છે.
અમેરિકામાં ૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાયેલા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને સાત ખાસ રાજ્યોમાં પરાજય આપીને ઐતિહાસિક જીત મેળવી છે.
વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર ભારતમાં એપ્રિલથી જૂન 2024 દરમિયાન લોકસભા ચૂંટણીઓ યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)એ 303 બેઠકો જીતીને ફરી એકવાર સત્તા પર કબજો જમાવ્યો છે.
વર્ષ 2024 ભારત, અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાંસ, જાપાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશોમાં યોજાનારી ચૂંટણીઓ માટે યાદગાર રહેશે.