ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ આજે, 4 માર્ચ 2025 ના રોજ CA ઇન્ટરમીડિયેટ જાન્યુઆરી પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. આ વખતે ઉત્તર પ્રદેશની દીપાંશી અગ્રવાલે 521 ગુણ સાથે ઓલ ઇન્ડિયા ટોપ કર્યું છે.
શિક્ષણ: ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ આજે, 4 માર્ચ 2025 ના રોજ CA ઇન્ટરમીડિયેટ જાન્યુઆરી પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. આ વખતે ઉત્તર પ્રદેશની દીપાંશી અગ્રવાલે 521 ગુણ સાથે ઓલ ઇન્ડિયા ટોપ કર્યું છે. તેમના પછી આંધ્ર પ્રદેશના થોટા સોમનાથ સેશાદ્રી નાયડુએ 516 ગુણ સાથે બીજું સ્થાન મેળવ્યું, જ્યારે ત્રીજા સ્થાને 515 ગુણ સાથે દિલ્હીના સાર્થક અગ્રવાલ રહ્યા.
આ વખતે CA ઇન્ટર પરીક્ષામાં બંને ગ્રુપ્સને મળીને કુલ 14.05% વિદ્યાર્થીઓ સફળ થયા છે. ગ્રુપ I નું પાસ ટકાવારી 14.17% અને ગ્રુપ II નું 22.16% રહ્યું. પરીક્ષા 11 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાઈ હતી.
CA ઇન્ટર ટોપર્સ લિસ્ટ (જાન્યુઆરી 2025 સેશન)
દીપાંશી અગ્રવાલ – 521 ગુણ (AIR 1)
થોટા સોમનાથ સેશાદ્રી નાયડુ – 516 ગુણ (AIR 2)
સાર્થક અગ્રવાલ – 515 ગુણ (AIR 3)
મે 2025 માં થશે આગામી પરીક્ષા
ICAI એ મે 2025 માં યોજાનારી CA પરીક્ષાઓની તારીખો પણ જાહેર કરી છે.
CA ફાઉન્ડેશન પરીક્ષા – 15, 17, 19 અને 21 મે 2025
CA ઇન્ટરમીડિયેટ ગ્રુપ I – 3, 5 અને 7 મે 2025
CA ઇન્ટરમીડિયેટ ગ્રુપ II – 9, 11 અને 14 મે 2025
જે વિદ્યાર્થીઓ CA ઇન્ટર પરીક્ષામાં સફળ થયા છે, તેઓ હવે CA ફાઇનલ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ ICAI ની સત્તાવાર વેબસાઇટ પર મુલાકાત લઈ શકે છે.