2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં

2027 વનડે વર્લ્ડ કપ 2 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં રમાશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે અને ટૂર્નામેન્ટમાં 14 ટીમો તથા 57 મેચો યોજાશે.

આઈસીસીએ 2027 વનડે વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની સંયુક્ત યજમાનીમાં યોજાનારી આ ટૂર્નામેન્ટ 2 ઓક્ટોબરથી 21 નવેમ્બર 2027 સુધી રમાશે. તેમાં 14 ટીમો ભાગ લેશે અને કુલ 57 મુકાબલા રમાશે.

2027 વનડે વર્લ્ડ કપ માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ ટૂર્નામેન્ટ માટે કુલ 12 મેદાનો નક્કી કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકા સૌથી વધુ મેચોની યજમાની કરશે, જ્યારે ઝિમ્બાબ્વે અને નામીબિયામાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરની મેચો રમાશે.

ગ્રુપ એમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને ક્વોલિફાયર-એનો સમાવેશ છે. ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને ક્વોલિફાયર-બીનો સમાવેશ છે.

વર્લ્ડ કપ માટે કુલ 12 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં આઠ મેદાનો પર મેચો રમાશે. તેમાં જોહાનિસબર્ગનું વાન્ડરર્સ સ્ટેડિયમ, સેન્ચુરિયનનું મેદાન, કેપટાઉનનું ન્યૂલેન્ડ્સ, ડર્બનનું કિંગ્સમીડ, ગેબેરહાનું સેન્ટ જ્યોર્જ પાર્ક, બ્લોમફોન્ટેનનું મંગાંગ ઓવલ, પાર્લનું બોલેન્ડ પાર્ક અને બફેલો પાર્કનો સમાવેશ થાય છે.

ઝિમ્બાબ્વેમાં હરારે સ્પોર્ટ્સ ક્લબ, ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ અને વિક્ટોરિયા ફોલ્સ સ્થિત ફાલે મોસી-ઓઆ-તુન્યા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર મેચો રમાશે. નામીબિયાની રાજધાની વિન્ડહોકમાં આવેલ નામીબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પણ વર્લ્ડ કપના આયોજન સ્થળોમાં સામેલ છે.

આ વખતનો વર્લ્ડ કપ ત્રણ તબક્કામાં રમાશે. શરૂઆતના તબક્કામાં સૌથી ઓછી રેન્કિંગ ધરાવતી ત્રણ ટીમો વચ્ચે ત્રણ મેચ રમાશે.

ત્યારબાદ બીજા તબક્કામાં 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચીને કુલ 30 મેચ રમાશે. દરેક ટીમ પોતાના ગ્રુપની અન્ય ટીમો સામે રમશે. બંને ગ્રુપમાંથી ટોચની ત્રણ ટીમો આગળના તબક્કામાં પ્રવેશ કરશે. બંને ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી ટીમોમાંથી વધુ સારું પ્રદર્શન કરનારી ટીમને પણ આગામી તબક્કામાં સ્થાન મળશે.

આ રીતે કુલ સાત ટીમો સુપર-7 તબક્કામાં પહોંચશે. આ તબક્કા બાદ પોઈન્ટ ટેબલમાં ટોચના ચાર સ્થાને રહેલી ટીમો સેમિફાઇનલમાં પહોંચશે.

વર્લ્ડ કપના નોકઆઉટ મુકાબલાની શરૂઆત નવેમ્બરમાં થશે. પ્રથમ સેમિફાઇનલ 17 નવેમ્બર 2027ના રોજ અને બીજી સેમિફાઇનલ 18 નવેમ્બરના રોજ રમાશે. બંને મેચમાં જીતનારી ટીમો ખિતાબી મુકાબલામાં સામસામે આવશે.

ટૂર્નામેન્ટની ફાઇનલ 21 નવેમ્બર 2027ના રોજ જોહાનિસબર્ગમાં રમાશે.

2 ઓક્ટોબર 2027: ક્વોલિફાયર 1 વિરુદ્ધ ક્વોલિફાયર 3 (વિન્ડહોક)

4 ઓક્ટોબર 2027: ક્વોલિફાયર 1 વિરુદ્ધ ક્વોલિફાયર 2 (વિન્ડહોક)

6 ઓક્ટોબર 2027: ક્વોલિફાયર 2 વિરુદ્ધ ક્વોલિફાયર 3 (વિન્ડહોક)

7 ઓક્ટોબર 2027: ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (કેપટાઉન)

8 ઓક્ટોબર 2027: પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાન (ત્શવને)

8 ઓક્ટોબર 2027: ઈંગ્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ (વિન્ડહોક)

9 ઓક્ટોબર 2027: ઝિમ્બાબ્વે વિરુદ્ધ ક્વોલિફાયર એ (બુલાવાયો)

9 ઓક્ટોબર 2027: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (કેપટાઉન)

10 ઓક્ટોબર 2027: ભારત વિરુદ્ધ પાકિસ્તાન (જોહાનિસબર્ગ)

10 ઓક્ટોબર 2027: શ્રીલંકા વિરુદ્ધ ક્વોલિફાયર બી (વિન્ડહોક)

11 ઓક્ટોબર 2027: ઝિમ્બાબ્વે વિરુદ્ધ અફઘાનિસ્તાન (બુલાવાયો)

12 ઓક્ટોબર 2027: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ક્વોલિફાયર એ (પાર્લ)

12 ઓક્ટોબર 2027: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ (કુગોમ્પો સિટીલ)

13 ઓક્ટોબર 2027: ઈંગ્લેન્ડ વિરુદ્ધ શ્રીલંકા (વિન્ડહોક)

13 ઓક્ટોબર 2027: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ક્વોલિફાયર બી (પાર્લ)

14 ઓક્ટોબર 2027: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન (ત્શવને)

15 ઓક્ટોબર 2027: પાકિસ્તાન વિરુદ્ધ ક્વોલિફાયર એ (બ્લોમફોન્ટેન)

15 ઓક્ટોબર 2027: ઝિમ્બાબ્વે વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (હરારે)

16 ઓક્ટોબર 2027: શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ (ડર્બન)

16 ઓક્ટોબર 2027: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઈંગ્લેન્ડ (ગેબેરહા)

17 ઓક્ટોબર 2027: ભારત વિરુદ્ધ ક્વોલિફાયર એ (બ્લોમફોન્ટેન)

17 ઓક્ટોબર 2027: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્વોલિફાયર બી (હરારે)

18 ઓક્ટોબર 2027: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અફઘાનિસ્તાન (કુગોમ્પો સિટીલ)

19 ઓક્ટોબર 2027: ઝિમ્બાબ્વે વિરુદ્ધ પાકિસ્તાન (હરારે)

19 ઓક્ટોબર 2027: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બાંગ્લાદેશ (ડર્બન)

20 ઓક્ટોબર 2027: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકા (જોહાનિસબર્ગ)

20 ઓક્ટોબર 2027: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ક્વોલિફાયર બી (હરારે)

21 ઓક્ટોબર 2027: અફઘાનિસ્તાન વિરુદ્ધ ક્વોલિફાયર એ (કુગોમ્પો સિટીલ)

22 ઓક્ટોબર 2027: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન (પાર્લ)

22 ઓક્ટોબર 2027: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શ્રીલંકા (જોહાનિસબર્ગ)

23 ઓક્ટોબર 2027: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (ગેબેરહા)

23 ઓક્ટોબર 2027: બાંગ્લાદેશ વિરુદ્ધ ક્વોલિફાયર બી (ત્શવને)

24 ઓક્ટોબર 2027: ઝિમ્બાબ્વે વિરુદ્ધ ભારત (વિક્ટોરિયા ફોલ્સ)

25 ઓક્ટોબર 2027: એ 2 વિરુદ્ધ બી 3 (જોહાનિસબર્ગ)

26 ઓક્ટોબર 2027: બી 1 વિરુદ્ધ એ 3 (ગેબેરહા)

27 ઓક્ટોબર 2027: બી 2 વિરુદ્ધ એબી 4 (ત્શવને)

28 ઓક્ટોબર 2027: એ 1 વિરુદ્ધ એ 2 (વિક્ટોરિયા ફોલ્સ)

29 ઓક્ટોબર 2027: બી 1 વિરુદ્ધ બી 3 (કુગોમ્પો સિટીલ)

30 ઓક્ટોબર 2027: એ 3 વિરુદ્ધ એબી 4 (વિક્ટોરિયા ફોલ્સ)

31 ઓક્ટોબર 2027: બી 2 વિરુદ્ધ એ 1 (જોહાનિસબર્ગ)

1 નવેમ્બર 2027: એ 2 વિરુદ્ધ બી 1 (વિક્ટોરિયા ફોલ્સ)

2 નવેમ્બર 2027: બી 3 વિરુદ્ધ એબી 4 (કેપટાઉન)

3 નવેમ્બર 2027: બી 2 વિરુદ્ધ એ 3 (ડર્બન)

4 નવેમ્બર 2027: એ 1 વિરુદ્ધ બી 1 (પાર્લ)

5 નવેમ્બર 2027: એ 2 વિરુદ્ધ એબી 4 (ડર્બન)

6 નવેમ્બર 2027: બી 2 વિરુદ્ધ બી 3 (બ્લોમફોન્ટેન)

7 નવેમ્બર 2027: એ 1 વિરુદ્ધ એ 3 (કેપટાઉન)

8 નવેમ્બર 2027: બી 1 વિરુદ્ધ એબી 4 (ડર્બન)

9 નવેમ્બર 2027: બી 2 વિરુદ્ધ એ 2) (ગેબેરહા)

10 નવેમ્બર 2027: એ 3 વિરુદ્ધ બી 3 (બ્લોમફોન્ટેન)

11 નવેમ્બર 2027: એ 1 વિરુદ્ધ એબી 4 (ગેબેરહા)

12 નવેમ્બર 2027: બી 2 વિરુદ્ધ બી 1 (કેપટાઉન)

13 નવેમ્બર 2027: એ 2 વિરુદ્ધ એ 3 (બ્લોમફોન્ટેન)

14 નવેમ્બર 2027: એ 1 વિરુદ્ધ બી 3 (ડર્બન)

17 નવેમ્બર 2027: સેમિફાઇનલ 1 (કેપટાઉન)

18 નવેમ્બર 2027: સેમિફાઇનલ 2 (ત્શવને)

21 નવેમ્બર 2027: ફાઇનલ (જોહાનિસબર્ગ)

 

 

Leave a comment