ન્યૂઝીલેન્ડનો ઇંગ્લેન્ડ સામે 3-0થી ક્લીન સ્વીપ: ત્રીજી વનડેમાં રોમાંચક જીત, ટિકનર-ફોલ્કસનો કમાલ

ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 3-0થી વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું. વેલિંગ્ટનમાં રમાયેલી ત્રીજી વનડેમાં બ્લેર ટિકનર અને ઝાકારી ફોલ્કસની ભાગીદારીએ NZને 2 વિકેટે રોમાંચક જીત અપાવી. ડેરિલ મિશેલ 'પ્લેયર ઓફ ધ સિરીઝ' બન્યા.

ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી 3-0થી પોતાના નામે કરી લીધી. વેલિંગ્ટન રીજનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી વનડેમાં બ્લેર ટિકનર અને ઝાકારી ફોલ્કસની શાનદાર ભાગીદારીએ યજમાન ટીમને રોમાંચક 2 વિકેટે જીત અપાવી.

સ્પોર્ટ્સ ન્યૂઝ: વેલિંગ્ટન રીજનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 2 વિકેટે હરાવીને ત્રણ મેચની વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ (3-0) કર્યું. મિશેલ સેન્ટનરની કપ્તાની હેઠળ રમી રહેલી ન્યૂઝીલેન્ડ ટીમે પહેલાથી જ બે મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી લીધી હતી, જ્યારે ઇંગ્લેન્ડ આ મેચમાં સન્માન બચાવવાની લડાઈ પણ હારી ગયું.

પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમ 223 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 45મી ઓવરમાં લક્ષ્ય હાંસલ કરીને જીત નોંધાવી. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે માત્ર શ્રેણી જ પોતાના નામે ન કરી, પરંતુ ઇંગ્લેન્ડ સામે પોતાના ઘરેલુ મેદાન પર વર્ચસ્વ પણ જાળવી રાખ્યું. આ જીત સાથે મિશેલ સેન્ટનરની કપ્તાની હેઠળની ન્યૂઝીલેન્ડ ટીમે ઇંગ્લેન્ડનો શ્રેણીમાં સફાયો (Whitewash) કરી દીધો.

ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડની હાર

ન્યૂઝીલેન્ડનો ઇંગ્લેન્ડ સામે 3-0થી ક્લીન સ્વીપ: ત્રીજી વનડેમાં રોમાંચક જીત, ટિકનર-ફોલ્કસનો કમાલ

ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 45મી ઓવર સુધી સંઘર્ષ કર્યો અને ન્યૂઝીલેન્ડ સામે 223 રનનો લક્ષ્યાંક મૂક્યો. ટીમ માટે નીચલા ક્રમના બેટ્સમેન જેમી ઓવરટને સૌથી વધુ 68 રન બનાવ્યા, જ્યારે ટોચના ક્રમના બેટ્સમેનો ફરીથી નિષ્ફળ રહ્યા. ઇંગ્લેન્ડના ટોપ-5 બેટ્સમેનોનો કુલ યોગ માત્ર 32 રન રહ્યો, જે ટીમની કથળતી બેટિંગનો સંકેત આપે છે.

ન્યૂઝીલેન્ડ તરફથી બ્લેર ટિકનરે શાનદાર બોલિંગ કરતા 10 ઓવરમાં 64 રન આપીને 4 વિકેટ ઝડપી અને ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યા. તેમના સિવાય જેકબ ડફીએ 3 અને ઝાકારી ફોલ્કસે 2 વિકેટ પોતાના નામે કરી.

લક્ષ્યનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની રોમાંચક જીત

223 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત શાનદાર રહી. ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ પ્રથમ વિકેટ માટે 78 રનની મજબૂત ભાગીદારી કરી. રવિન્દ્રએ ઝડપી 41 રન બનાવ્યા જ્યારે કોનવેએ 39 રનનું યોગદાન આપ્યું. જોકે, મિડલ ઓર્ડરમાં ટીમ લથડી પડી —

  • વિલ યંગ (1),
  • ટોમ લેથમ (10)
  • માઇકલ બ્રેસવેલ (13) સસ્તામાં આઉટ થઈ ગયા.

ન્યૂઝીલેન્ડનો ઇંગ્લેન્ડ સામે 3-0થી ક્લીન સ્વીપ: ત્રીજી વનડેમાં રોમાંચક જીત, ટિકનર-ફોલ્કસનો કમાલ

આ પછી ડેરિલ મિશેલ (44) અને કેપ્ટન મિશેલ સેન્ટનર (27)એ ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે 196ના સ્કોર પર મિશેલ આઉટ થયા, ત્યારે ન્યૂઝીલેન્ડ પર સંકટ ઘેરું બનવા લાગ્યું — ટીમને જીત માટે હજુ 27 રન જોઈતા હતા અને માત્ર 2 વિકેટ બાકી હતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં બ્લેર ટિકનર (18)* અને ઝાકારી ફોલ્કસ (14)*એ શાંત મનથી મેચને તેના અંજામ સુધી પહોંચાડી. બંનેએ મળીને અણનમ ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડને 45મી ઓવરમાં લક્ષ્ય સુધી પહોંચાડ્યું અને ટીમને 2 વિકેટે ઐતિહાસિક જીત અપાવી.

આખી શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર ડેરિલ મિશેલને ‘પ્લેયર ઓફ ધ સીરીઝ’ તરીકે પસંદ કરવામાં આવ્યા. તેમણે પ્રથમ વનડેમાં અણનમ 78 રન, બીજી મેચમાં અણનમ 56 રન, અને ત્રીજી વનડેમાં 44 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી. તેમની સ્થિરતા અને મિડલ ઓર્ડરમાં મજબૂતી ન્યૂઝીલેન્ડની જીતની મોટી ચાવી સાબિત થઈ.

Leave a comment