નવી દિલ્હી: UPSC એટલે કે સંઘ લોક સેવા આયોગે CAPF આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ભરતી પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર કરી દીધું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તેઓ હવે પોતાનું ઇ-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડ UPSCની ઓફિશિયલ વેબસાઈટ પરથી મેળવી શકાશે.
આ વખતે કુલ 357 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પરીક્ષાની તારીખ 3 ઓગસ્ટ 2025 (રવિવાર) નક્કી કરવામાં આવી છે અને પરીક્ષા દેશભરના ઘણાં સેન્ટરો પર આયોજિત થશે.
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની સરળ રીત
જો તમે એડમિટ કાર્ડ મેળવવા માંગતા હોવ તો નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો:
- સૌથી પહેલા UPSCની વેબસાઈટ https://upsc.gov.in પર જાઓ.
- હોમપેજ પર “e-Admit Card: CAPF (ACs) Examination 2025” વાળી લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ ભરો.
- સબમિટ કર્યા પછી સ્ક્રીન પર એડમિટ કાર્ડ ખૂલી જશે.
- હવે તેને ડાઉનલોડ કરી લો અને એક પ્રિન્ટ કાઢીને સુરક્ષિત રાખી લો.
ધ્યાન રહે, પરીક્ષા સેન્ટર પર એડમિટ કાર્ડની પ્રિન્ટેડ કોપી અને એક વેલિડ ફોટો ID જેમ કે આધાર કાર્ડ, વોટર ID અથવા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે લઈ જવું જરૂરી છે.
જાણો પરીક્ષાનું માળખું અને સમય
CAPFની પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે અને તેમાં બે પેપર હશે.
પેપર 1 – General Ability and Intelligence
- સમય: સવારે 10:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી
- પ્રકાર: ઓબ્જેક્ટિવ (MCQ)
- કુલ ગુણ: 250
આ પેપરમાં જનરલ નોલેજ, લોજીકલ રીઝનીંગ, એનાલિટિકલ સ્કીલ્સ અને ઇન્ટેલિજન્સની તપાસ થશે.
પેપર 2 – General Studies, Essay and Comprehension
- સમય: બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી
- પ્રકાર: ડિસ્ક્રિપ્ટિવ (વર્ણનાત્મક)
- કુલ ગુણ: 200
આ પેપરમાં ઉમેદવારની લેખન શૈલી, સાંપ્રત મુદ્દાઓની સમજ અને અંગ્રેજી/હિન્દીમાં કોમ્પ્રિહેન્શનની સ્કીલ ચકાસવામાં આવશે.
પરીક્ષામાં આ બાબતો જરૂર યાદ રાખો
- 60 મિનિટ પહેલા પહોંચો: પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલાં સેન્ટર પર પહોંચવું જરૂરી છે.
- ઇલેક્ટ્રોનિક સામાન ન લાવો: મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઈયરફોન, કેલ્ક્યુલેટર જેવી વસ્તુઓ લઈ જવાની મનાઈ છે.
- ID કાર્ડ સાથે રાખો: એડમિટ કાર્ડ સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા કોઈ પણ માન્ય ફોટો ID જરૂરી છે.
- એડમિટ કાર્ડના નિર્દેશો વાંચો: એડમિટ કાર્ડ પર જે પણ સૂચનાઓ આપવામાં આવી છે, તેને ધ્યાનથી વાંચો અને તેનું પાલન કરો.
શું છે જરૂરી વિગતો એક નજરમાં
- પરીક્ષા તારીખ: 3 ઓગસ્ટ 2025 (રવિવાર)
- કુલ જગ્યાઓ: 357 જગ્યા
- એડમિટ કાર્ડ સ્થિતિ: જાહેર થઈ ગયું છે
- ડાઉનલોડ વેબસાઇટ: https://upsc.gov.in
- પરીક્ષાનું ફોર્મેટ: પેપર 1 (MCQ), પેપર 2 (વર્ણનાત્મક)