Googleએ Android Show 2026 દરમિયાન Android 17 અને અનેક AI આધારિત ફીચર્સની જાહેરાત કરી છે, જેમાં Gemini AI ઇન્ટિગ્રેશન

Googleએ Android Show 2026 દરમિયાન Android 17 અને અનેક AI આધારિત ફીચર્સની જાહેરાત કરી છે, જેમાં Gemini AI ઇન્ટિગ્રેશન, Verified Financial Call સુરક્ષા, AI વોઇસ ટાઇપિંગ ટૂલ્સ અને ડિજિટલ વેલબીંગ નિયંત્રણોનો સમાવેશ થાય છે. આ ફીચર્સ તબક્કાવાર રોલઆઉટ કરવામાં આવશે.

Googleએ Android Show 2026 દરમિયાન Android 17 અને અનેક નવા AI ફીચર્સ રજૂ કર્યા છે, જેના દ્વારા કંપની પોતાના AI ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા તરફ આગળ વધી રહી છે. નવા અપડેટ્સમાં Gemini AI આધારિત સ્માર્ટ ફીચર્સ, સ્માર્ટ કોલ સુરક્ષા, એડવાન્સ વોઇસ ટાઇપિંગ ક્ષમતા અને ડિજિટલ વેલબીંગ નિયંત્રણ જેવા ફીચર્સ સામેલ છે.

કંપનીના જણાવ્યા અનુસાર, Androidનું નવું વર્ઝન જૂન 2026 સુધીમાં રોલઆઉટ થઈ શકે છે, જ્યારે અન્ય AI ફીચર્સ તબક્કાવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Google Androidમાં નવું “Verified Financial Call” ફીચર ઉમેરવાની તૈયારીમાં છે, જેનો હેતુ ઑનલાઇન છેતરપિંડી ઘટાડવાનો છે. જો કોઈ યુઝરના ફોનમાં બેંકની સત્તાવાર એપ ઇન્સ્ટોલ હશે, તો સિસ્ટમ આવતી કોલને વેરિફાય કરશે. AI આ ઓળખવાનો પ્રયાસ કરશે કે કોલ ખરેખર બેંક તરફથી છે કે નહીં. શંકાસ્પદ કોલ મળ્યાની સ્થિતિમાં ફોન તેને આપમેળે ડિસ્કનેક્ટ પણ કરી શકશે.

કંપનીનું કહેવું છે કે આ ફીચર બેન્કિંગ ફ્રોડ અને OTP સ્કેમ જેવા કેસોને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.

Google હવે Gemini AIને વ્યક્તિગત સહાયક તરીકે વિકસાવી રહ્યું છે, જે યુઝરની પસંદગી, લોકેશન અને બજેટના આધારે વિવિધ કામોમાં મદદ કરશે. ઉદાહરણ તરીકે, ખોરાક ઓર્ડર કરતી વખતે Gemini રેસ્ટોરન્ટ શોધવાથી લઈને મેન્યુ પસંદ કરવા સુધી સહાય કરી શકશે.

હાલાંકે, સુરક્ષા કારણોસર અંતિમ પેમેન્ટ પ્રક્રિયા યુઝરને પોતે પૂર્ણ કરવી પડશે. કંપનીએ જણાવ્યું છે કે તે AI ઓટોમેશનને વધુ ઉપયોગી અને સુરક્ષિત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

Google “Googlebook” નામના નવા Android આધારિત લેપટોપ પર પણ કામ કરી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, તેમાં Windows જેવી ઇન્ટરફેસ આપવામાં આવશે, પરંતુ એપ્લિકેશન્સ Android ઇકોસિસ્ટમ પર આધારિત રહેશે. તેમાં Gemini AI સપોર્ટ, હળવું ડિઝાઇન અને લાંબી બેટરી લાઇફ જેવા ફીચર્સ મળી શકે છે.

તે ઉપરાંત, Gboardમાં “Rambler” નામનું નવું AI વોઇસ ટાઇપિંગ ફીચર પણ ઉમેરાશે, જે વિખરાયેલા શબ્દોને સમજીને તેમને ગોઠવાયેલા લખાણમાં પરિવર્તિત કરી શકશે. જ્યારે “Pause Point” નામનું ફીચર યુઝર્સને સોશિયલ મીડિયા અને રીલ્સના વધતા ઉપયોગને નિયંત્રિત કરવામાં મદદ કરશે, જેમાં એપ ખૂલતા પહેલાં થોડા સેકન્ડનો વિરામ આપવામાં આવશે.

Leave a comment