ઇન્ડિયા Aએ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 સેમિફાઇનલમાં શ્રીલંકાને 5 વિકેટથી હરાવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું

થાઇલેન્ડના બેન્કોકમાં રમાયેલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ના સેમિફાઇનલમાં ઇન્ડિયા Aએ શ્રીલંકાને 5 વિકેટથી હરાવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું. શ્રીલંકા 19.4 ઓવરમાં 118 રન પર ઓલઆઉટ થઈ, જ્યારે ભારતે 13.3 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું. ફાઇનલ 22 ફેબ્રુઆરીએ રમાશે.

થાઇલેન્ડના બેન્કોકમાં ચાલી રહેલા વુમન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં ભારતીય મહિલા ટીમે સેમિફાઇનલમાં શ્રીલંકાને 5 વિકેટથી હરાવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે.

સેમિફાઇનલમાં શ્રીલંકાની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલિંગે મેચ પર નિયંત્રણ જાળવી રાખ્યું અને શ્રીલંકાની ટીમ 19.4 ઓવરમાં 118 રન પર ઓલઆઉટ થઈ ગઈ. સંજના કવિંદીએ 35 બોલમાં 31 રન બનાવ્યા, જ્યારે શશિની ગિમ્હાનીએ 17 બોલમાં 22 રન નોંધાવ્યા. હંસિમા કરુણારત્ને અને સથ્યા સંદીપનીએ અનુક્રમે 14 અને 15 રન બનાવ્યા.

ભારત તરફથી કેપ્ટન રાધા યાદવે 3.4 ઓવરમાં 19 રન આપી 4 વિકેટ લીધી. પ્રેમાં રાવતે 4 ઓવરમાં 9 રન આપી 2 વિકેટ ઝડપી, જ્યારે તનુજા કંવરે પણ 2 વિકેટ લીધી. શિસ્તબદ્ધ બોલિંગના કારણે શ્રીલંકાની ટીમને ઓછા સ્કોર પર રોકવામાં સફળતા મળી.

ઇન્ડિયા Aએ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 સેમિફાઇનલમાં શ્રીલંકાને 5 વિકેટથી હરાવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું

119 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતમાં ઝડપી ગતિએ રન બનાવ્યા, જોકે 30 રન પર પ્રથમ વિકેટ ગુમાવી. ત્યારબાદ વૃંદા દિનેશ અને અનુષ્કા શર્માએ 24 બોલમાં 47 રનની ભાગીદારી નોંધાવી. વૃંદા દિનેશે 20 બોલમાં અણનમ 42 રન બનાવી 13.3 ઓવરમાં ટીમને લક્ષ્ય સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

આ જીત સાથે ઇન્ડિયા A એ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઇનલ મુકાબલો 22 ફેબ્રુઆરીએ રમાશે. ભારતનો મુકાબલો બાંગ્લાદેશ અથવા પાકિસ્તાન સામે થશે, જેનો નિર્ણય 20 ફેબ્રુઆરીએ યોજાનારા સેમિફાઇનલ પછી થશે.

 

Leave a comment