પ્રયાગરાજમાં એક યુવતીની હત્યા બાદ તેનો મૃતદેહ સુનસાન વિસ્તારમાં ફેંકી દેવાયો હોવાનો મામલો સામે આવ્યો છે. ઘણા દિવસો સુધી મૃતદેહ પડ્યો રહેતાં જંગલી પ્રાણીઓએ શરીરને ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું હતું. પરિવારને માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં માત્ર હાડકાં અને શરીરના કેટલાક અવશેષો મળ્યા હતા.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવતીની માતાએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે, “મારી એક દીકરી ગઈ છે, હવે એકના બદલે ચાર જાન જોઈએ.”
માહિતી અનુસાર યુવતી છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતી. પરિવાર સતત તેની શોધખોળ કરી રહ્યો હતો. સગાં-સંબંધીઓ અને ઓળખીતાઓ પાસે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કોઈ માહિતી મળી નહોતી. બાદમાં પોલીસને સુનસાન વિસ્તારમાં માનવ અવશેષો મળ્યાની માહિતી મળી હતી.
પ્રયાગરાજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. પરિવારના સભ્યો પણ ત્યાં પહોંચ્યા હતા. કપડાં અને અન્ય સામાનના આધારે યુવતીની ઓળખ કરવામાં આવી હતી. ઘટનાસ્થળની સ્થિતિ જોઈ પરિવારના સભ્યો બેભાન થઈ ગયા હતા.
પરિજનોનો આરોપ છે કે યુવતીની હત્યા કરવામાં આવી હતી.












