WPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત જાયન્ટ્સને 32 રનથી હરાવ્યા

મહિલા પ્રીમિયર લીગ 2026ના નવમા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત જાયન્ટ્સને 32 રનથી પરાજય આપ્યો. આરસીબીએ 182 રન બનાવ્યા હતા, જ્યારે લક્ષ્યાંકનો પીછો કરતી ગુજરાતની ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ.

મહિલા પ્રીમિયર લીગ 2026ના નવમા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત જાયન્ટ્સને 32 રનથી હરાવી સતત ત્રીજી જીત નોંધાવી.

સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળ આરસીબીએ 183 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ગુજરાત જાયન્ટ્સની ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આરસીબી તરફથી શ્રેયંકા પાટિલે 3.5 ઓવરમાં 23 રન આપી 5 વિકેટ ઝડપી હતી.

લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત જાયન્ટ્સની શરૂઆત સારી રહી ન હતી. 34 રનના સ્કોરે સોફી ડિવાઇન 8 રન બનાવીને અરુન્ધતિ રેડ્ડીની બોલિંગમાં કેચ આઉટ થઈ. ત્યારબાદના ઓવરમાં બેથ મૂની પણ શ્રેયંકા પાટિલનો શિકાર બની. મૂનીએ 14 બોલમાં 27 રન બનાવ્યા હતા. ત્રીજી વિકેટ તરીકે કેપ્ટન એશ ગાર્ડનર 3 રન બનાવીને આઉટ થઈ.

શ્રેયંકા પાટિલે કનિક આહુજાને એલબીડબ્લ્યુ આઉટ કરી હતી, જ્યારે જ્યોર્જિયા વેરહેમ 13 રન બનાવીને ગુજરાતની પાંચમી વિકેટ તરીકે પડી. ત્યારબાદ શ્રેયંકાએ કાશવી ગૌતમ 18, તનુજા કન્વર 21 અને રેણુકા સિંહ 2 રન બનાવીને આઉટ થઈ, જેથી તેણે પાંચ વિકેટ પૂર્ણ કરી.

WPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત જાયન્ટ્સને 32 રનથી હરાવ્યા

લોરેન બેલે પણ આરસીબી માટે અસરકારક બોલિંગ કરી હતી. તેમણે 4 ઓવરમાં 29 રન આપી 3 વિકેટ લીધી. તેમણે એશ ગાર્ડનર, ભારતી ફુલમાળી અને શિવાણી સિંહને આઉટ કર્યા. ગુજરાત તરફથી ભારતી ફુલમાળીએ સૌથી વધુ 39 રન બનાવ્યા. તેમણે 20 બોલમાં 3 છક્કા અને 3 ચોગ્ગાની મદદથી આ સ્કોર કર્યો.

આ પહેલાં ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આરસીબીની શરૂઆત નબળી રહી હતી અને ટોપ ઓર્ડરના બેટ્સમેન વહેલા આઉટ થયા. સ્મૃતિ મંધાના 5, ગ્રેસ હેરિસ 17, દયાલન હેમલતા 4 અને ગૌતમ નાઈક 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. એક સમયે આરસીબીનો સ્કોર 43 રનમાં 4 વિકેટ હતો.

ત્યારબાદ રાધા યાદવ અને ઋચા ઘોષે જવાબદારી સંભાળી. રાધા યાદવે 47 બોલમાં 66 રન બનાવ્યા, જેમાં 3 છક્કા અને 6 ચોગ્ગા હતા. ઋચા ઘોષે 28 બોલમાં 44 રન બનાવ્યા, જેમાં 2 છક્કા અને 2 ચોગ્ગા સામેલ હતા. આ જોડીએ આરસીબીને 20 ઓવરમાં 7 વિકેટે 182 રન સુધી પહોંચાડ્યા.

આ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત નોંધાવી. ટીમે અગાઉના મુકાબલાઓમાં મુંબઈ ઇન્ડિયન્સને 3 વિકેટથી અને યુપી વોરિયર્સને 9 વિકેટથી હરાવ્યા હતા. ગુજરાત જાયન્ટ્સ સામેની આ જીત બાદ આરસીબી WPL 2026 પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને છે.

 

 

Leave a comment