આમિર ખાન પ્રોડક્શન્સે તેની આવનારી પીરિયડ ડ્રામા ફિલ્મ ‘લાહોર 1947’ની રિલીઝ તારીખ જાહેર કરી છે. ફિલ્મ 13 ઑગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષી કરી રહ્યા છે અને નિર્માણ આમિર ખાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ‘લાહોર 1947’માં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અલી ફઝલ, શબાના આઝમી, પ્રીતિ ઝિંટા, વિક્કી કૌશલ, મિથુન ચક્રવર્તી અને કરણ દેઓલ સહિત અન્ય કલાકારો પણ સામેલ છે.
![]()
ફિલ્મનું સંગીત એ.આર. રહેમાન દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે અને ગીતોના શબ્દો જાવેદ અખ્તર દ્વારા લખાયા છે. ફિલ્મની સ્ક્રિપ્ટ અંગે આમિર ખાને નિવેદનમાં જણાવ્યું હતું કે આ સ્ક્રિપ્ટ ધરમજીની પસંદગીની સ્ક્રિપ્ટ્સમાંની એક હતી અને તેઓએ તેની મહત્વતાને સમજી હતી.
‘લાહોર 1947’ સની દેઓલ માટે ‘બોર્ડર 2’ પછીની આગામી ફિલ્મ છે. ફિલ્મનું નિર્માણ ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અને સમયગાળાની રજૂઆતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.









