ટી20 વર્લ્ડ કપ 2026: દક્ષિણ આફ્રિકાએ કેનેડાને 57 રનથી હરાવ્યું

ટી20 વર્લ્ડ કપ 2026માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ 213 રન બનાવ્યા બાદ કેનેડાને 156 રનમાં સમેટી 57 રનથી વિજય મેળવ્યો.

ટી20 વર્લ્ડ કપ 2026માં પોતાના અભિયાનની શરૂઆત કરતાં દક્ષિણ આફ્રિકાએ કેનેડાને 57 રનથી હરાવ્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 4 વિકેટે 213 રન બનાવ્યા અને જવાબમાં કેનેડાને 20 ઓવરમાં 156 રનમાં રોકી દીધું.

ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ઝડપી રહી. કેપ્ટન એઇડન માર્કરમે 32 બોલમાં 59 રનની ઇનિંગ્સ રમી. રાયન રિકલ્ટને 21 બોલમાં 33 રન ઉમેર્યા. મધ્યક્રમમાં વિકેટો પડવા છતાં અંતિમ ઓવરોમાં ડેવિડ મિલરે 23 બોલમાં અણનાબાદ 39 રન અને ટ્રિસ્ટન સ્ટબ્સે 19 બોલમાં 34 રન બનાવ્યા. આ પ્રદર્શનના આધારે દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત ઓવરોમાં 213 રનનો સ્કોર ઊભો કર્યો.

કેનેડાની તરફથી અંશ પટેલે ચાર ઓવરમાં 31 રન આપી ત્રણ વિકેટ લીધી. કેપ્ટન દિલપ્રીત બાજવાને એક વિકેટ મેળવી.

ટી20 વર્લ્ડ કપ 2026: દક્ષિણ આફ્રિકાએ કેનેડાને 57 રનથી હરાવ્યું

214 રનના લક્ષ્યનો પીછો કરતી કેનેડાની શરૂઆત નબળી રહી અને પ્રથમ ઓવરમાં જ વિકેટ ગુમાવી. શરૂઆતના ઓવરોમાં 45 રન સુધીમાં ચાર વિકેટ પડ્યા. નવનીત ધાલીવાળે 64 રનની ઇનિંગ્સ રમી, પરંતુ અન્ય બેટ્સમેન તરફથી પૂરતું સહયોગ મળ્યો નહીં. કેનેડાની ટીમ 20 ઓવરમાં 156 રન બનાવી શકી.

દક્ષિણ આફ્રિકાની તરફથી લુંગી એન્ગિડીએ ચાર ઓવરમાં 31 રન આપી ચાર વિકેટ લીધી. માર્કો યાન્સને 30 રન આપી બે વિકેટ મેળવી. લુંગી એન્ગિડીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.

 

Leave a comment