Apple આજે iPhone 18 Pro અને Foldable iPhone સહિત નવા હાર્ડવેર રજૂ કરી શકે

Apple આજે 9 સપ્ટેમ્બરે ‘Surprise and Shine’ ઇવેન્ટમાં iPhone 18 Pro, iPhone 18 Pro Max, Foldable iPhone, Apple Watch Series 12 અને AirPods 5 રજૂ કરી શકે છે. ઇવેન્ટ ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે.

Apple આજે 9 સપ્ટેમ્બરે ‘Surprise and Shine’ હાર્ડવેર ઇવેન્ટનું આયોજન કરશે. કંપની આ ઇવેન્ટમાં iPhone 18 Pro, iPhone 18 Pro Max અને તેના પ્રથમ Foldable iPhone ઉપરાંત Apple Watch Series 12 અને AirPods 5 રજૂ કરી શકે છે.

‘Surprise and Shine’ નામની આ ઇવેન્ટ કેલિફોર્નિયાના Cupertino સ્થિત Apple Parkના Steve Jobs Theaterમાં યોજાશે. કીનોટ 10am PT એટલે કે ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. iPhone 18 Pro સિરીઝ ઉપરાંત પ્રથમ Foldable iPhone, Apple Watch Series 12 અને AirPods 5 સંબંધિત જાહેરાતો થઈ શકે છે.

યુઝર્સ આ ઇવેન્ટને Appleની સત્તાવાર વેબસાઇટ અને કંપનીની YouTube ચેનલ પર લાઇવ જોઈ શકશે. આ ઉપરાંત Apple TV એપ દ્વારા પણ ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે. રિપોર્ટ્સ અનુસાર, કંપની આ વખતે સંપૂર્ણ in-person event formatમાં પરત ફરી શકે છે.

ઇવેન્ટમાં iPhone 18 Pro અને iPhone 18 Pro Max રજૂ થવાની અપેક્ષા છે. રિપોર્ટ્સ અનુસાર, બંને મોડલ્સમાં વર્તમાન Pro સિરીઝની ડિઝાઇન લેંગ્વેજ જાળવી રાખવામાં આવી શકે છે. તેમાં અનુક્રમે 6.3 ઇંચ અને 6.9 ઇંચના ડિસ્પ્લે મળવાની શક્યતા છે.

લીક્સ અનુસાર, Dynamic Islandનું કદ નાનું કરવામાં આવી શકે છે અને Pro મોડલ્સમાં LTPO+ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. iPhone 18 Pro Maxના મુખ્ય કેમેરામાં variable aperture આપવામાં આવી શકે છે, જે ફોટોગ્રાફી દરમિયાન light અને depth of field પર વધુ નિયંત્રણ આપી શકે છે.

બંને સ્માર્ટફોનમાં TSMCની 2nm process પર તૈયાર Apple A20 chip મળવાની અપેક્ષા છે. કલર ઓપ્શન્સમાં light blue, dark grey, silver અને deep red અથવા dark cherry finishનો સમાવેશ થવાની ચર્ચા છે.

Apple આજે iPhone 18 Pro અને Foldable iPhone સહિત નવા હાર્ડવેર રજૂ કરી શકે

Appleના પ્રથમ foldable iPhoneને લઈને સૌથી વધુ ચર્ચા છે. લીક્સમાં તેને iPhone Ultra નામ આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ book-style foldable હોઈ શકે છે, જેમાં બહારની તરફ આશરે 5.5 ઇંચ અને અંદર 7.8 ઇંચની 4:3 aspect ratioવાળી સ્ક્રીન મળવાની અપેક્ષા છે.

ડિવાઇસ unfolded સ્થિતિમાં આશરે 4.5mm પાતળું હોવાની વાત કરવામાં આવી રહી છે. તેમાં titanium અને aluminium frame સાથે durable hinge અને ઓછી દેખાતી crease મળી શકે છે.

Slim designને કારણે તેમાં ત્રણની જગ્યાએ બે rear cameras આપવામાં આવે તેવી અને Face IDની જગ્યાએ Touch ID મળવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. તેની શરૂઆતની કિંમત $2,000 એટલે કે આશરે ₹1.9 લાખથી વધુ હોઈ શકે છે. જોકે, આ તમામ જાણકારીની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

Apple Watch Series 12માં મોટા redesignની જગ્યાએ internal upgrades મળવાની અપેક્ષા છે. રિપોર્ટ્સ અનુસાર, તેમાં નવી S-series chip અને વધુ સારી battery life આપવામાં આવી શકે છે. કંપની નવા health અને fitness features સાથે ceramic case option પણ પરત લાવી શકે છે.

ઇવેન્ટમાં AirPods 5 પણ રજૂ થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, તેના બે variants હોઈ શકે છે. તેમાં એક Active Noise Cancellation એટલે કે ANC સપોર્ટ સાથે અને બીજું ANC વગર આવી શકે છે.

જોકે, AirPods 5માં camera મળવાની શક્યતા નથી. Camera-equipped AirPodsને કથિત રીતે 2027 સુધી મુલતવી રાખવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. Temperature sensing જેવા health features પર Apple કામ કરી રહ્યું છે, પરંતુ તેને AirPods 5માં સામેલ કરવામાં આવશે તેની પુષ્ટિ થઈ નથી.

 

Leave a comment