દિલ્હી અધિનસ્ત સેવા પસંદગી બોર્ડે 2026ની ભરતી પરીક્ષાઓ માટે નવી અને કડક માર્ગદર્શિકા અમલમાં મૂકી છે. રિપોર્ટિંગ સમય, ઈ-એડમિટ કાર્ડ, ડ્રેસ કોડ અને પ્રતિબંધિત વસ્તુઓ અંગે સ્પષ્ટ નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને કોઈપણ નિયમના ઉલ્લંઘન પર ઉમેદવારી રદ્દ થઈ શકે તેવી ચેતવણી આપવામાં આવી છે.
બોર્ડ મુજબ, દરેક ઉમેદવારે ઈ-એડમિટ કાર્ડમાં દર્શાવેલા નિર્ધારિત રિપોર્ટિંગ સમયે જ પરીક્ષા કેન્દ્ર પર હાજર થવું ફરજિયાત રહેશે. નિર્ધારિત સમય બાદ કોઈપણ ઉમેદવારને, કારણ ગમે તે હોય, કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
બોર્ડે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા શરૂ થયા બાદ અને સમાપ્તિ પહેલાં કોઈ ઉમેદવારને કેન્દ્ર છોડવાની પરવાનગી આપવામાં આવશે નહીં. ઉમેદવારોએ સંપૂર્ણ પરીક્ષા અવધિ દરમિયાન પોતાના નિર્ધારિત કક્ષામાં હાજર રહેવું ફરજિયાત રહેશે.
પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે ઈ-એડમિટ કાર્ડ અને મૂળ ફોટો ઓળખપત્ર ફરજિયાત રહેશે. ઉમેદવારોએ ફોટો હાજરી શીટ પર હસ્તાક્ષર અને અંગૂઠાનો નિશાન મૂકવો રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ ન કરવાથી તેની જવાબદારી ઉમેદવારની રહેશે.
![]()
પરીક્ષા કમ્પ્યુટર આધારિત હશે અને કેટલીક પદો માટે લેખિત પરીક્ષા પણ લેવામાં આવી શકે છે. પ્રશ્નપત્ર હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ રહેશે. ખોટા જવાબ માટે 0.25 ગુણની નેગેટિવ માર્કિંગ લાગુ રહેશે.
ડ્રેસ કોડ અંગે બોર્ડે સ્પષ્ટ દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. ઉમેદવારોએ હળવા રંગના અડધી બાહવાળા કપડા પહેરવા પડશે, જેમાં મોટા બટન અથવા બેજ ન હોવા જોઈએ. જૂતા પહેરીને આવવાની પરવાનગી રહેશે નહીં, જ્યારે સૅન્ડલ અથવા ઓછી એડીની ચપ્પલ પહેરવાની સૂચના આપવામાં આવી છે.
મોબાઇલ ફોન, બ્લૂટૂથ ઉપકરણો, ઘડિયાળ, કેલ્ક્યુલેટર, બેગ, જ્વેલરી અને ખાવા-પીવાની વસ્તુઓ પરીક્ષા કેન્દ્રની અંદર સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે. કેન્દ્રોમાં સામાન રાખવાની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નહીં હોવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.









