જુલાઈ 2026 સત્ર માટે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) એ ODL અને ઑનલાઇન કાર્યક્રમો હેઠળ વિવિધ યુજી અને પીજી કોર્સોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે. ઇચ્છુક વિદ્યાર્થીઓ 15 જુલાઈ 2026 સુધી સત્તાવાર વેબસાઇટ ignou.ac.in પર જઈને ઑનલાઇન અરજી કરી શકે છે.
યુનિવર્સિટીએ ODL અને ઑનલાઇન બંને મોડમાં પ્રવેશ માટે અરજી આમંત્રિત કરી છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઑનલાઇન રાખવામાં આવી છે અને ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈ પોતાની પસંદગીના કોર્સ માટે અરજી કરી શકે છે.
ODL એટલે Open and Distance Learning કાર્યક્રમ હેઠળ અભ્યાસ સામગ્રી અને અસાઇનમેન્ટ દ્વારા અભ્યાસની સુવિધા આપવામાં આવે છે, જ્યારે ઑનલાઇન કાર્યક્રમોમાં ડિજિટલ માધ્યમથી ક્લાસ અને અભ્યાસ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ સમય, સુવિધા અને કોર્સની ઉપલબ્ધતાના આધારે કોઈપણ મોડ પસંદ કરી શકે છે.
![]()
યુનિવર્સિટી યુજી, પીજી, ડિપ્લોમા અને સર્ટિફિકેટ સહિત અનેક કોર્સોમાં પ્રવેશ આપી રહી છે. અરજી કરવા માટે ઉમેદવારોએ સૌપ્રથમ ignou.ac.in વેબસાઇટ પર જઈ Admission વિભાગમાં ODL અથવા Online Programme પસંદ કરવો પડશે.
નવા ઉમેદવારોએ પ્રથમ નોંધણી કરાવવી પડશે. ત્યારબાદ લૉગ ઇન કરીને વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને કોર્સ સંબંધિત વિગતો ભરવાની રહેશે. તમામ વિગતો દાખલ કર્યા પછી નિર્ધારિત ફી જમા કરાવવાની રહેશે.
અરજી ફોર્મ સબમિટ કર્યા બાદ તેનો પ્રિન્ટઆઉટ સુરક્ષિત રાખવાની સલાહ આપવામાં આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 15 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે.
IGNOU એ પ્રવેશ પાછો ખેંચવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, કોઈ વિદ્યાર્થી પ્રવેશ લીધા બાદ અરજી પાછી ખેંચવા માંગે તો તે નક્કી કરાયેલા નિયમો હેઠળ તે કરી શકે છે. અરજી પાછી ખેંચવાના સમયના આધારે ફીમાં કેટલીક કપાત કરવામાં આવશે અને બાકીની રકમ પરત આપવામાં આવશે. પ્રવેશ સંબંધિત વિગતવાર માહિતી અને નિયમો માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.










