નવું AI આધારિત મેલવેર એન્ડ્રોઇડ સ્માર્ટફોનની કામગીરીને શાંતિથી અસર કરે છે

Dr. Webની રિપોર્ટ અનુસાર, એક નવું AI આધારિત મેલવેર એન્ડ્રોઇડ સ્માર્ટફોનને નિશાન બનાવી રહ્યું છે, જે બેકગ્રાઉન્ડમાં જાહેરાતો પર ઓટો-ક્લિક કરીને પ્રોસેસર અને RAM પર લોડ વધારતું હોવાનું સામે આવ્યું છે.

એક નવા AI આધારિત મેલવેર દ્વારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જે બેકગ્રાઉન્ડમાં સક્રિય રહીને ઉપકરણની કામગીરી પર વધારાનો લોડ ઊભો કરે છે.

સાયબર સિક્યોરિટી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ મેલવેર શાંતિથી કાર્ય કરી ફોનને ધીમો બનાવે છે, બેટરી ઝડપથી ખતમ કરે છે અને મોબાઇલ ડેટા વપરાશમાં વધારો કરી શકે છે. Dr. Webની રિપોર્ટ મુજબ, આ મેલવેર બેકગ્રાઉન્ડમાં રહીને એપ્સ અને વેબસાઇટ્સ પર દેખાતા જાહેરાતો પર આપમેળે ક્લિક કરે છે, જેના કારણે પ્રોસેસર અને RAM પર દબાણ વધે છે.

નિષ્ણાતોએ જણાવ્યું છે કે આ મેલવેર પરંપરાગત રીતે ડેટા ચોરી કરતું નથી, જેના કારણે તેની ઓળખ મુશ્કેલ બને છે. બહારથી ફોન સામાન્ય દેખાય છે, પરંતુ અંદરથી સિસ્ટમ પર સતત વધતો લોડ કામગીરીને અસર કરે છે. આ પ્રવૃત્તિઓના પરિણામે ફોનની સ્પીડ ઘટે છે, બેટરી ઝડપી ખાલી થાય છે અને કેટલાક કિસ્સાઓમાં ઉપકરણ વધારે ગરમ થવા લાગે છે. કેટલાક યુઝર્સે અચાનક મોબાઇલ ડેટા વપરાશ વધવાની ફરિયાદ પણ કરી છે.

નવું AI આધારિત મેલવેર એન્ડ્રોઇડ સ્માર્ટફોનની કામગીરીને શાંતિથી અસર કરે છે

Dr. Webની રિસર્ચમાં ખુલાસો થયો છે કે આ AI મેલવેર પોતાને સામાન્ય એપ પ્રોસેસ તરીકે છુપાવી રાખે છે, જેના કારણે શંકાસ્પદ પ્રવૃત્તિ તરત નજરે પડતી નથી. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, મેલવેર ખાસ કરીને એન્ડ્રોઇડ ડિવાઇસને નિશાન બનાવી રહ્યો છે અને યુઝરના વર્તન તથા સ્ક્રીન પર દેખાતા કન્ટેન્ટ અનુસાર પોતાને ઢાળે છે.

રિપોર્ટ અનુસાર, આ ખતરો મુખ્યત્વે સંક્રમિત એપ્સ અને APK ફાઇલ્સ મારફતે ફેલાઈ રહ્યો છે. આવા કેટલાક એપ્સ Xiaomiના GetApps સ્ટોર અને અન્ય થર્ડ-પાર્ટી પ્લેટફોર્મ્સ પર પણ જોવા મળ્યા છે. અજાણી વેબસાઇટ્સ પરથી APK ફાઇલ્સ ડાઉનલોડ કરીને એપ ઇન્સ્ટોલ કરનારા યુઝર્સ માટે જોખમ વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે.

એકવાર ફોનમાં ઇન્સ્ટોલ થયા બાદ, આ AI મેલવેર સતત બેકગ્રાઉન્ડમાં કાર્ય કરે છે અને ધીમે ધીમે ફોનની સ્પીડ, બેટરી લાઇફ અને કુલ કામગીરીને અસર કરે છે.

 

Leave a comment