ટી20 વિશ્વ કપ સુપર આઠમાં દક્ષિણ આફ્રિકાની નવ વિકેટે વેસ્ટઇન્ડીઝ પર જીત, 16.1 ઓવરમાં 177 રન હાંસલ

ટી20 વિશ્વ કપ સુપર આઠમાં દક્ષિણ આફ્રિકાની નવ વિકેટે વેસ્ટઇન્ડીઝ પર જીત, 16.1 ઓવરમાં 177 રન હાંસલ

ટી20 વિશ્વ કપના સુપર આઠ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટઇન્ડીઝને નવ વિકેટે હરાવીને સેમિફાઇનલ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ સુપર આઠ ચરણમાં સતત બીજી જીત નોંધાવી છે.

વેસ્ટઇન્ડીઝે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં આઠ વિકેટે 176 રન બનાવ્યા. રોમારિયા શેફર્ડે 37 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 52 રન બનાવ્યા, જ્યારે જેસન હોલ્ડરે 31 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 49 રન નોંધાવ્યા. બંનેએ આઠમા વિકેટ માટે 57 બોલમાં 89 રનની ભાગીદારી કરી. અન્ય બેટરોમાં બ્રેન્ડન કિંગે 21, શાઇ હોપે 16, શર્ફેન રધરફોર્ડે 12 અને મેથ્યુ ફોર્ડે 11 રન બનાવ્યા. રોવમેન પોવેલે 9, શિમરોન હેટમાયરે 2 અને રોસ્ટન ચેઝે 2 રન બનાવી આઉટ થયા.

લક્ષ્યનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાએ 16.1 ઓવરમાં એક વિકેટ ગુમાવી 177 રન બનાવી મેચ જીત્યો. ક્વિન્ટન ડિકોકે 24 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા અને પ્રથમ વિકેટ માટે કેપ્ટન એડેન માર્કરમ સાથે 95 રનની ભાગીદારી કરી. ત્યારબાદ માર્કરમે રાયન રિકેલ્ટન સાથે ઇનિંગ્સ આગળ વધારી. માર્કરમે 46 બોલમાં અણનમ 82 રન બનાવ્યા, જ્યારે રિકેલ્ટને 28 બોલમાં 45 રન નોંધાવ્યા.

દક્ષિણ આફ્રિકાએ લક્ષ્ય 23 બોલ બાકી રહેતા હાંસલ કર્યું. બોલિંગમાં લુંગી એન્ગિડીને ત્રણ વિકેટ મળ્યા, જ્યારે કગિસો રબાડા અને કોર્બિન બોશે બે-બે વિકેટ લીધા.

 

Leave a comment