WhatsApp Web જલ્દી જ વૉઇસ અને વિડિયો કોલિંગ ફીચર સાથે અપડેટ થવા જઈ રહ્યું છે. નવા ફીચર દ્વારા યુઝર્સ કોઈ વધારાની એપ ડાઉનલોડ કર્યા વગર સીધા બ્રાઉઝર પરથી પર્સનલ અને ગ્રુપ કોલ કરી શકશે.
WhatsApp તેના વેબ પ્લેટફોર્મ પર નવા કોલિંગ ફીચર લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સુવિધા હેઠળ આવનારા અઠવાડિયામાં યુઝર્સ સીધા બ્રાઉઝર પરથી વૉઇસ અને વિડિયો કોલ કરી શકશે. આ ફીચર ખાસ કરીને લેપટોપ અથવા પીસી પર WhatsApp Webનો ઉપયોગ કરતા યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે.
નવા અપડેટ બાદ WhatsApp Web પરથી પર્સનલ કોલ ઉપરાંત 32 લોકો સુધીની ગ્રુપ કોલ શક્ય બનશે. સાથે સાથે કોલ લિંક બનાવવાની અને કોલ શેડ્યૂલ કરવાની સુવિધા પણ આપવામાં આવશે. કંપનીનો ઉદ્દેશ યુઝર્સને કોઈ વધારાની એપ વગર સરળ અને એકજ પ્લેટફોર્મ પર સંપૂર્ણ કમ્યુનિકેશન સુવિધા પૂરી પાડવાનો છે.
હાલમાં કોલ કરવા માટે મોબાઇલ અથવા ડેસ્કટોપ એપની જરૂર પડતી હતી, પરંતુ નવા ફીચર બાદ બ્રાઉઝર પરથી જ વૉઇસ અને વિડિયો કોલ કરી શકાશે. Chrome, Edge સહિત કોઈપણ અન્ય બ્રાઉઝરમાં WhatsApp Web ખોલીને યુઝર્સ તેમના કોન્ટેક્ટ્સને સીધા કોલ કરી શકશે.
![]()
નવું કોલિંગ ફીચર માત્ર પર્સનલ કોલ સુધી સીમિત નહીં રહે. તેમાં ગ્રુપ કોલનો પણ સપોર્ટ મળશે, જેમાં એક સાથે 32 લોકો જોડાઈ શકશે. આ સુવિધા ઓનલાઇન મીટિંગ અને વર્ચ્યુઅલ ટીમ વર્ક માટે ઉપયોગી રહેશે.
આ ઉપરાંત યુઝર્સ કોલ લિંક જનરેટ કરી તેને ગ્રુપ અથવા કોન્ટેક્ટ્સ સાથે શેર કરી શકશે, જેથી નક્કી કરેલા સમય પર તમામ લોકો સરળતાથી કોલમાં જોડાઈ શકે.
ફીચર રોલઆઉટ થયા બાદ કોલ નોટિફિકેશન ડિફોલ્ટ રીતે ચાલુ રહેશે. ચેટ વિન્ડો ખુલેલી ન હોય ત્યારે પણ બ્રાઉઝર અંદર ઇનકમિંગ કોલનો અલર્ટ મળશે.
WhatsApp Web પર કોલ શેડ્યૂલ કરવાની સુવિધા પણ આપવામાં આવશે. યુઝર્સ કોલનો સમય અગાઉથી નક્કી કરી શકશે અને કોલ પહેલા રિમાઇન્ડર પણ મળશે, જેથી કોઈ મહત્વપૂર્ણ મીટિંગ અથવા વાતચીત ચૂકી ન જાય.








