આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026માં ભારત સામે મેચ રમવા માટે પાકિસ્તાનએ સંમતિ આપી છે. લાંબા સમયથી ચાલતા અનિશ્ચિતતાનો અંત આવ્યો છે અને આ મુકાબલો 15 ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબોમાં આવેલા આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે યોજાશે.
શરૂઆતમાં પાકિસ્તાન આ મેચમાં ભાગ લેવાની બાબતે સંકોચમાં હતું, પરંતુ લાંબી ચર્ચાઓ અને આંતરરાષ્ટ્રીય દબાણ બાદ પાકિસ્તાની ટીમે ભારત સામે રમવાની સંમતિ આપી. બંને ટીમો આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026ના ગ્રુપ Aનો ભાગ છે.
આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવી દ્વારા નિવેદનોને લઈને વિવાદ ઊભો થયો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નકવીએ આર્મી ચીફ ફીલ્ડ માર્શલ સૈયદ આસિમ મુનીરનું નામ લીધું અને કહ્યું કે પાકિસ્તાન ભારત અથવા આઈસીસીની કોઈ પણ પ્રકારની ધમકીઓથી ડરતું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સરકાર અને સેના તરફથી કોઈ ભય નથી.
![]()
આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને PCB ચીફ નકવી બંને ભારત સામે મેચ રમવાના વિરોધમાં હતા. 1 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સરકારે પોતાના અધિકૃત સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ પર ભારત સામે મેચ ન રમવાની જાહેરાત કરી હતી. બાદમાં સમય જતાં પાકિસ્તાનના વલણમાં ફેરફાર આવ્યો.
PCB ચીફ નકવીએ આઈસીસી પેનલ સાથે લાંબી બેઠક કર્યા બાદ વડાપ્રધાન શહબાઝ શરીફને પરિસ્થિતિની માહિતી આપી. ત્યારબાદ વડાપ્રધાને મેચ માટે મંજૂરી આપી.
આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતે પોતાના પહેલા મેચમાં અમેરિકા સામે 29 રનથી જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાનએ 7 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે 3 વિકેટે જીત મેળવી હતી.









