પટનાની અદાલતે ‘લૅન્ડ ફોર જૉબ’ કેસમાં આરોપો નક્કી કર્યા છે. અદાલતે કેસમાં લાલૂ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો સામે આરોપો નક્કી કરવાનો આદેશ આપ્યો છે.
આદેશ મુજબ પરિવારના વડા લાલૂ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી, પુત્રી મીસા ભારતી, પુત્ર તેજ પ્રતાપ યાદવ, પુત્ર તેજસ્વી યાદવ અને પુત્રી હેમા યાદવ સામે આરોપો નક્કી કરવામાં આવ્યા છે.
અદાલતે નોંધ્યું કે કુલ 98 આરોપીઓમાંથી 52 આરોપીઓને આ કેસમાં આરોપમુક્ત કરવામાં આવ્યા છે. લાલૂ પરિવાર સહિત બાકીના આરોપીઓ સામે કાર્યવાહી આગળ વધશે.











