પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ₹12,000 કરોડના દિલ્હી–દેહરાદૂન ઇકોનોમિક કોરિડોરનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ₹12,000 કરોડના ખર્ચે બનેલા 213 કિમીરનું ઉદ્ઘાટન કરશે, જે મુસાફરી સમયને લગભગ અડધો કરશે અને દિલ્હી, ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડ વચ્ચે પરિવહન, પર્યટન અને વેપારને ગતિ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અંદાજે ₹12,000 કરોડના ખર્ચે તૈયાર થયેલા 213 કિલોમીટર લાંબા દિલ્હી–દેહરાદૂન ઇકોનોમિક કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આ હાઇ-સ્પીડ, છ-લેન એક્સેસ-કન્ટ્રોલ્ડ એક્સપ્રેસવે દિલ્હી અને ઉત્તરાખંડ વચ્ચેની મુસાફરીને ઝડપી બનાવશે અને પ્રવાસ સમયને લગભગ અડધો કરશે.

આ કોરિડોર શરૂ થયા પછી દિલ્હીથી દેહરાદૂન પહોંચવા માટેનો સમય હાલના સરેરાશ 6 કલાકથી ઘટીને લગભગ 2.5 કલાક રહેશે. મર્યાદિત પ્રવેશ અને બહાર નીકળવાના બિંદુઓને કારણે ટ્રાફિક વધુ સુવ્યવસ્થિત અને ઝડપી રહેશે, જે મુસાફરો ઉપરાંત લોજિસ્ટિક્સ અને માલ પરિવહનને પણ વધુ કાર્યક્ષમ બનાવશે.

આધુનિક ટેકનોલોજી સાથે વિકસિત આ પ્રોજેક્ટમાં 10 મુખ્ય ઇન્ટરચેન્જ, 3 રેલવે ઓવર બ્રિજ, 4 મોટા પુલ, 12 વે-સાઇડ સુવિધાઓ અને એડવાન્સ્ડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ સુવિધાઓ મુસાફરીને વધુ સલામત અને સુગમ બનાવવા માટે રચવામાં આવી છે, જ્યારે ATMS દ્વારા ટ્રાફિકનું મોનીટરીંગ અને નિયંત્રણ વધુ અસરકારક રીતે કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ₹12,000 કરોડના દિલ્હી–દેહરાદૂન ઇકોનોમિક કોરિડોરનું ઉદ્ઘાટન કરશે

પ્રોજેક્ટના ડિઝાઇનમાં પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. રાજાજી નેશનલ પાર્ક અને આસપાસના સંવેદનશીલ વન્યજીવ વિસ્તારોને ધ્યાનમાં રાખીને 12 કિલોમીટર લાંબો એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર, 8 એનિમલ પાસેજ, હાથીઓ માટે 200-200 મીટરના બે અંડરપાસ અને અંદાજે 370 મીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે, જેથી વન્યજીવોની કુદરતી અવરજવર પર અસર ન પડે. આ કોરિડોરને એશિયાના સૌથી લાંબા એલિવેટેડ વાઇલ્ડલાઇફ માર્ગોમાંનો એક માનવામાં આવે છે.

ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રોજેક્ટના વિવિધ ભાગોનું નિરીક્ષણ કરશે. તેઓ ઉત્તર પ્રદેશના સહારનપુર વિસ્તારમાં આવેલા એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોરનો અવલોકન કરશે. ત્યારબાદ તેઓ દેહરાદૂન નજીક સ્થિત મા ડાટ કાલી મંદિર ખાતે પૂજા કરશે અને ત્યારબાદ જનસભામાં પ્રોજેક્ટનું સત્તાવાર ઉદ્ઘાટન કરશે.

દિલ્લી–દેહરાદૂન એક્સપ્રેસવેને એક મહત્વપૂર્ણ ઇકોનોમિક કોરિડોર તરીકે વિકસાવવામાં આવ્યો છે, જે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચે પર્યટન અને વેપારને મજબૂત બનાવશે.

 

Leave a comment