ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનું પલટવાર: પરમાણુ શસ્ત્રો વિકસાવવાની ચેતવણી

અમેરિકાની ધમકી બાદ ઈરાને પરમાણુ શસ્ત્રો વિકસાવવાની ચેતવણી આપી છે. જાણો વિગતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને પરમાણુ કરાર ન કરવા બદલ બોમ્બમારો કરવાની ધમકી આપ્યા બાદ, ઈરાને પલટવાર કરતા ચેતવણી આપી છે કે જો અમેરિકા કે ઈઝરાયેલે હુમલો કર્યો તો ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવા માટે મજબૂર થવું પડશે.

તહેરાન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને પરમાણુ કરાર ન કરવા બદલ બોમ્બમારો કરવાની ધમકી આપ્યા બાદ, ઈરાને પલટવાર કરતા ચેતવણી આપી છે કે જો અમેરિકા કે ઈઝરાયેલે હુમલો કર્યો તો ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવા માટે મજબૂર થવું પડશે. આ નિવેદન ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈના મુખ્ય સલાહકાર અલી લારિજાનીએ આપ્યું છે.

લારિજાનીએ રવિવાર (31 માર્ચ)ના રોજ સરકારી ટીવી પર કહ્યું, "આપણે પરમાણુ શસ્ત્રો તરફ નથી વધી રહ્યા, પરંતુ જો કોઈએ આપણા પર હુમલો કર્યો, તો આપણે આપણી સુરક્ષા માટે આ રસ્તે જવા માટે મજબૂર થઈશું." તેમણે કહ્યું કે ઈરાન કોઈપણ સૈન્ય કાર્યવાહીનો કડક વિરોધ કરશે, અને જો અમેરિકા કે ઈઝરાયેલે હુમલો કર્યો, તો ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવા માટે પગલાં ભરી શકે છે, કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહીં હોય.

ટ્રમ્પની ધમકી અને ઈરાનનો ઈનકાર

ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનું પલટવાર: પરમાણુ શસ્ત્રો વિકસાવવાની ચેતવણી

29 માર્ચના રોજ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન પરમાણુ કરાર કરવાનો ઈનકાર કરે છે, તો તે ઈરાન પર એવો બોમ્બમારો કરશે, જેવો તેણે ક્યારેય જોયો નથી. આ સાથે જ તેમણે ઈરાનને સેકન્ડરી ટેરિફ હેઠળ સજા આપવાની પણ ધમકી આપી હતી. ટ્રમ્પના આ નિવેદન બાદ, ઈરાને સીધી વાતચીતનો ઈનકાર કરતાં કહ્યું કે તે ટ્રમ્પ સાથે વાત કરવાને બદલે પડદા પાછળ વાતચીત કરવા માટે તૈયાર છે.

ઈઝરાયેલ પર પણ હુમલાની ચેતવણી

લારિજાનીએ માત્ર અમેરિકાને જ નહીં, પરંતુ ઈઝરાયેલને પણ ચેતવણી આપી. તેમણે કહ્યું કે જો અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર હુમલો કર્યો તો તેના ગંભીર પરિણામો આવશે. ઈરાનના પરમાણુ કાર્યક્રમને બોમ્બમારોથી નાશ કરી શકાય નહીં, અને આ સ્થિતિમાં ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવાની મજબૂરી આવી શકે છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ

ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનું પલટવાર: પરમાણુ શસ્ત્રો વિકસાવવાની ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યો છે, ખાસ કરીને ત્યારથી જ્યારે ટ્રમ્પે 2015માં ઈરાન સાથે થયેલા પરમાણુ કરારમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. ઈરાને ટ્રમ્પ સાથે સીધી વાતચીત કરવાનો ઈનકાર કર્યો છે, પરંતુ તેમ છતાં બંને દેશો વચ્ચે કુટનીતિક વાતચીતની સંભાવના બની રહી છે.

ઈરાને આ પરિસ્થિતિમાં અમેરિકા અને ઈઝરાયેલને ચેતવણી આપી છે કે જો તેમણે પોતાની ધમકીઓને કાર્યવાહીમાં બદલી, તો તેઓ પરમાણુ શસ્ત્રો બનાવવા માટે મજબૂર થશે. આ ખતરનાક સ્થિતિ બાદ, દુનિયાભરમાં આ સંકટને લઈને ચિંતાઓ વધુ ઊંડી થઈ ગઈ છે.

Leave a comment