Apple iOS 26.3 અપડેટ દ્વારા ‘Limit Precise Location’ નામનું નવું પ્રાઇવસી ફીચર રજૂ કરવા જઈ રહી છે, જેનાથી મોબાઇલ નેટવર્ક કેરિયર દ્વારા યુઝરની ચોક્કસ લોકેશન ટ્રેકિંગ મર્યાદિત થશે. આ ફીચર પસંદગીના iPhone અને iPad ડિવાઇસ પર ઉપલબ્ધ રહેશે અને યુઝર એક્સપીરિયન્સ અથવા ઇમરજન્સી સેવાઓ પર કોઈ અસર નહીં કરે.
iOS 26.3 અપડેટ સાથે Apple iPhone અને iPad યુઝર્સને વધારાનો પ્રાઇવસી કંટ્રોલ આપશે. ‘Limit Precise Location’ ફીચર સક્રિય કર્યા પછી નેટવર્ક કેરિયર યુઝરની બિલકુલ ચોક્કસ લોકેશન ટ્રેક કરી શકશે નહીં.
હાલમાં મોબાઇલ ટાવર આધારિત સિસ્ટમ દ્વારા સિમ કંપની યુઝર કોઈ ચોક્કસ સ્થાન પર ક્યાં હાજર છે તેનો અંદાજ લગાવી શકે છે. નવા ફીચર બાદ કેરિયર માત્ર એટલું જાણી શકશે કે યુઝર કયા વિસ્તાર અથવા એરિયામાં છે, પરંતુ ચોક્કસ પોઇન્ટની માહિતી ઉપલબ્ધ નહીં રહે.
![]()
Appleએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રાઇવસી ફીચરથી નેટવર્ક સિગ્નલ, ઇન્ટરનેટ સ્પીડ અથવા કોલ ક્વોલિટી પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. ઇમરજન્સી કોલ દરમિયાન જરૂરી લોકેશન ડેટા અગાઉની જેમ ઉપલબ્ધ રહેશે.
આ નવું પ્રાઇવસી ફીચર તમામ iPhone યુઝર્સ માટે ઉપલબ્ધ નહીં હોય. હાલ તે માત્ર iPhone Air, iPhone 16e અને M5 iPad Pro ના સેલ્યુલર વેરિઅન્ટ પર કામ કરશે. આ ડિવાઇસમાં Appleના C1 અથવા C1X મોડેમનો ઉપયોગ થાય છે, જે આ ટેકનોલોજીને સપોર્ટ કરે છે. ફીચર ઉપયોગ કરવા માટે ડિવાઇસમાં iOS 26.3 અથવા iPadOS 26.3 અપડેટ ઇન્સ્ટોલ કરવું જરૂરી રહેશે અને Settingsમાં Cellular મેનુમાંથી તેને સક્રિય કરી શકાય છે.









