બ્રાઝિલની કન્ટેન્ટ ક્રિએટર બિયાનકા ડિયાસનું માત્ર 20 વર્ષની ઉંમરે અચાનક અવસાન થયું છે. તેમના નિધનથી પરિવાર, મિત્રો અને ફોલોઅર્સને આઘાત લાગ્યો છે.
બિયાનકા ડિયાસ સોશિયલ મીડિયા પર સક્રિય અને લોકપ્રિય હતી. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અંદાજે 60,000 ફોલોઅર્સ હતા. તેઓ રોજિંદા જીવન, ફેશન અને ટ્રાવેલ સંબંધિત તસવીરો અને વિડિઓ શેર કરતી હતી. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન તેમણે લંડનની રજાઓની તસવીરો શેર કરી હતી અને પોતાના પ્રવાસના અનુભવ ફોલોઅર્સ સાથે વહેંચ્યા હતા. તેમનો છેલ્લો સોશિયલ મીડિયા પોસ્ટ 18 ડિસેમ્બર 2025ના રોજ આવ્યો હતો, જેમાં તેમણે બ્રાઝિલના સાઓ પાઉલોમાં કારની અંદરથી સેલ્ફી શેર કરી હતી.
![]()
સૂત્રો મુજબ, બિયાનકાએ શરીરમાં બદલાવ માટે તાજેતરમાં કોસ્મેટિક સર્જરી કરાવી હતી. સર્જરી બાદ તેમની સ્થિતિ ગંભીર બની ગઈ હતી અને થોડા જ દિવસોમાં તેમનું અવસાન થયું હતું.
બિયાનકાના નિધન બાદ તેમના નજીકના મિત્રોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને યાદ કર્યા હતા. તેમના મિત્ર અને મસાજ થેરાપિસ્ટ જેફ કાર્લોસે કેટલીક તસવીરો શેર કરીને લખ્યું, “મૃત્યુ કંઈ નથી. આપણી વચ્ચેનો બંધ ક્યારેય તૂટશે નહીં.” ડિજિટલ ક્રિએટર પેટ્રીસિયા ગેન્ડેને લખ્યું, “હું માત્ર એટલું જાણું છું કે આપણે સુંદર ક્ષણો વિતાવી અને અદ્ભુત વાતચીત કરી. ઈશ્વર પરિવારને સાંત્વના આપે. હું તમને ખૂબ સ્નેહ અને ગર્વ સાથે યાદ રાખીશ.”











