પંજાબ નેશનલ બેંકે દેશભરમાં 5,138 એપ્રેન્ટિસ પદો માટે ભરતી જાહેર કરી છે. ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે અરજી પ્રક્રિયા 8 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે અને અંતિમ તારીખ 24 ફેબ્રુઆરી 2026 નિર્ધારિત કરવામાં આવી છે. દેશભરના પાત્ર ગ્રેજ્યુએટ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.
પાત્રતા માટે ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોવો જરૂરી છે. અરજી માટે ન્યૂનત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગોને સરકારી નિયમો અનુસાર વયમાં છૂટ આપવામાં આવશે. ઉમેદવારોની વય 1 જાન્યુઆરી 2026ના આધારે ગણવામાં આવશે.
![]()
અરજી ફી જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ વર્ગ માટે 944 રૂપિયા, એસસી/એસટી અને મહિલા ઉમેદવારો માટે 708 રૂપિયા તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે 236 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન લેખિત પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી, લોકલ લેંગ્વેજ ટેસ્ટ અને મેડિકલ પરીક્ષણનો સમાવેશ થશે. ઓનલાઈન પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, ગણિત, રીઝનિંગ અને અંગ્રેજી વિષયોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે.
પસંદ થયેલા ઉમેદવારોને તાલીમ અવધિ દરમિયાન ગ્રામિણ, અર્ધ-શહેરી અને સામાન્ય શહેરી વિસ્તારોમાં 12,300 રૂપિયા પ્રતિ મહિનો સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, જ્યારે મેટ્રો શહેરોમાં નિયુક્ત ઉમેદવારોને 15,000 રૂપિયા પ્રતિ મહિનો સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
ઉમેદવારો pnb.bank.in વેબસાઇટ પર જઈ Employment Opportunities વિભાગ હેઠળ એપ્રેન્ટિસ વિકલ્પ પસંદ કરીને નોંધણી કરી શકે છે. ફોટો અને સહી અપલોડ કર્યા બાદ ફોર્મ સબમિટ કરી તેની પ્રિન્ટઆઉટ સુરક્ષિત રાખવાની રહેશે.








