પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાઇલ મુલાકાતે Special Strategic Partnership ઉન્નતિ પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાઇલ મુલાકાતે Special Strategic Partnership ઉન્નતિ પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાઇલની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આજે થી પહોંચ્યા છે. આ મુલાકાતને ભારત અને ઇઝરાઇલ વચ્ચે વધતી Special Strategic Partnership તરીકે જોવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી મોદીના સ્વાગત માટે ઇઝરાઇલની સંસદ Knesset ને ભારતીય તિરંગાના રંગોની રોશનીથી સજાવવામાં આવી હતી.

ઇઝરાઇલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીની આગવાણી કરશે. સત્તાવાર કાર્યક્રમ મુજબ એરપોર્ટ પર સ્વાગત બાદ બંને નેતાઓ વચ્ચે One-to-One Meeting યોજાશે અને ત્યારબાદ પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા થશે.

ઇઝરાઇલના પૂર્વ પ્રધાનમંત્રી અને વિરોધ પક્ષના નેતા યાયર લાપિડએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હિન્દીમાં પોસ્ટ કરી પ્રધાનમંત્રી મોદીને આવકાર્યો. તેમણે લખ્યું કે સમગ્ર ઇઝરાઇલ પ્રધાનમંત્રી મોદીના સ્વાગત માટે ઉત્સાહિત છે અને ભારત-ઇઝરાઇલના સંબંધોને માત્ર સ્ટ્રેટેજિક નહીં પરંતુ ગાઢ મિત્રતાનો બંધન ગણાવ્યો.

Knesset ના સ્પીકર અમીર ઓહાનાએ Knesset ને તિરંગાના રંગોમાં પ્રકાશિત કરવાની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી અને તેને ભારત-ઇઝરાઇલ મજબૂત બની રહેલી ભાગીદારી માટે Symbolic Tribute ગણાવ્યો.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત દરમિયાન બંને દેશો પોતાના સંબંધોને Special Strategic Partnership સુધી ઉન્નત કરશે. આથી રક્ષા, ટેક્નોલોજી, સાઇબર સિક્યુરિટી, કૃષિ, જળ વ્યવસ્થાપન અને વેપાર જેવા ક્ષેત્રોમાં સહકાર વધુ ગાઢ બનશે. જણાવ્યા મુજબ આ ઉન્નતિ ઇઝરાઇલના અમેરિકા અને જર્મની જેવા દેશો સાથેના સંબંધોની તર્જ પર ગણાવવામાં આવી રહી છે. Advanced Defense Systems ના Joint Development અને જરૂરિયાતના સમયે પરસ્પર સહયોગ અંગેની સમજને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવશે.

પ્રધાનમંત્રી મોદી અગાઉ જુલાઈ 2017માં ઇઝરાઇલ ગયા હતા, જ્યારે બંને દેશોના સંબંધોને Strategic Partnership નો દરજ્જો આપવામાં આવ્યો હતો. હાલની મુલાકાતને સંબંધોને આગળના સ્તરે લઈ જવા સાથે જોડવામાં આવી રહી છે.

કાર્યક્રમ મુજબ પ્રધાનમંત્રી મોદી યરુશલમમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરશે અને Knesset ને સંબોધિત કરશે. વિદેશી નેતાને Knesset માં સંબોધન કરવાની તક મળવી એક વિશેષ સન્માન ગણવામાં આવે છે. સાંજે પ્રધાનમંત્રી ટેક્નોલોજી પ્રદર્શનામાં હાજરી આપશે, જ્યાં ઇઝરાઇલની Innovation અને Startup Ecosystem રજૂ કરવામાં આવશે. રાત્રે પ્રધાનમંત્રી નેતન્યાહૂ તેમના સન્માનમાં Private Dinner હોસ્ટ કરશે.

મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ રક્ષા અને વેપારી સહકારને મજબૂત બનાવવાનો છે. બંને દેશો રક્ષા સાધનો, મિસાઇલ સિસ્ટમ, ડ્રોન ટેક્નોલોજી અને સાઇબર સિક્યુરિટી ક્ષેત્રોમાં સહકાર આપી રહ્યા છે. વેપાર ક્ષેત્રમાં પણ નિકાસ અને રોકાણમાં વૃદ્ધિ નોંધાઈ રહી છે. નવી ભાગીદારી હેઠળ Free Trade Agreement અંગે ગતિ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 

Leave a comment