મધ્ય પ્રદેશ કર્મચારી પસંદગી મંડળે રાજ્યના સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજોમાં સ્ટાફની અછત દૂર કરવા માટે 2099 નર્સિંગ ઓફિસર અને સંબંધિત પદો માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 6 એપ્રિલથી શરૂ થઈને 20 એપ્રિલ 2026 સુધી ચાલુ રહેશે.
આ ભરતી માટેની તમામ અરજીઓ ઓનલાઈન મોડમાં સ્વીકારવામાં આવશે. ઇચ્છુક ઉમેદવારો 6 એપ્રિલથી સત્તાવાર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં કમ્પ્યુટર આધારિત લખિત પરીક્ષા લેવામાં આવશે, જે 15 મે થી શરૂ થશે. ત્યારબાદ સફળ ઉમેદવારોનું દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે.
આ ભરતી માટે ઉમેદવારએ 12મી (PCB) પાસ હોવું જરૂરી છે. સાથે સાથે B.Sc Nursing અથવા Post Basic B.Sc Nursing ડિગ્રી ફરજિયાત છે. સામાન્ય વર્ગ માટે ઓછામાં ઓછા 45 ટકા અને અનામત વર્ગ માટે 40 ટકા ગુણ નક્કી કરવામાં આવ્યા છે.
![]()
ઉમેદવારનું મધ્ય પ્રદેશ નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન અને રોજગાર કચેરીમાં નામ નોંધાયેલ હોવું પણ જરૂરી છે. ઉંમર મર્યાદા 18 થી 40 વર્ષ રાખવામાં આવી છે, જેમાં મહિલા અને અનામત વર્ગને નિયમ મુજબ છૂટ આપવામાં આવશે.
MPESB નર્સિંગ ઓફિસર પરીક્ષામાં કુલ 100 પ્રશ્નો હશે, જે 100 ગુણના રહેશે. પરીક્ષા બે ભાગોમાં વહેંચાયેલ હશે. Part A માં સામાન્ય વિષયોમાંથી 25 પ્રશ્નો અને Part B માં નર્સિંગ સંબંધિત 75 પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષાની સમયમર્યાદા 2 કલાક રહેશે અને તે CBT મોડમાં લેવામાં આવશે.
પસંદ થયેલા ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ Level-7 ની સેલેરી મળશે. શરૂઆતનો મૂળ પગાર અંદાજે રૂ. 28,700 રહેશે, જે સમય સાથે વધીને રૂ. 91,300 સુધી પહોંચી શકે છે. ઉપરાંત સરકારી ભથ્થાં પણ આપવામાં આવશે.
સૌપ્રથમ www.mponline.gov.in વેબસાઇટ પર જવું.
નવા ઉમેદવારો પહેલા પોતાનું પ્રોફાઇલ રજીસ્ટ્રેશન પૂર્ણ કરે.
ત્યારબાદ ફોટો, સહી અને માર્કશીટ જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરે.
અરજી ફોર્મ ભરીને સંબંધિત પોસ્ટ કોડ પસંદ કરે.
પરીક્ષા કેન્દ્ર પોતાની સુવિધા મુજબ પસંદ કરે.
નક્કી અરજી ફી ઓનલાઈન ચુકવે.
અરજી પૂર્ણ થયા બાદ ફોર્મનો પ્રિન્ટઆઉટ લઈ સુરક્ષિત રાખે.








